અમદાવાદમાં એક બાદ એક ગુનાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર એકસાથે ૭ દુકાનોના તાળા તૂટ્યા છે. જેમાં વકીલની ઓફિસમાંથી રોકડ 30 હજારની ચોરી કરવામાં આવી છે. ઇન્ચાર્જ પીઆઈની નાઈટ પેટ્રોલીંગની રાતે જ ચોરી થઈ હોવાની જાણવા મળી રહ્યું છે.

શિવરંજની વિસ્તારમાં 3 કલાક સુધી ચોર દુકાનોમાં ઘૂસીને ચોરી કરતો રહ્યો અને પોલીસને જાણ થઈ નહોતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં વકીલે ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં ચોર દેખાતો હોવા છતાં પોલીસ પકડથી દૂર છે.

શિવરંજની ચાર રસ્તાની બાજુમાં આવેલ સિલિકોન વેલી કોમ્પલેક્ષમાં લાલ સિંહ આર વાઘેલા નામની ઓફિસ ધરાવનાર વકીલના ત્યાં રોકડ ૩૦ હજારની ચોરી કરવામાં આવી છે. જ્યારે આ બાબતમાં એ જોવા મળ્યો છે કે, આ દરમિયાન આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એસ રોય સ્ટેશનના ચાર્જમાં રહેલા હતા અને આ દિવસે તે નાઈટ ડ્યુટીની ફરજ પણ હતા. હવે આ બનાવ બનતા પીઆઈની હાજરી અને કામગીરી પર સવાલ ઉભા થઈ ગયા છે અને મહત્વની વાત એ છે કે, ત્રણ કલાક સુધી આ ચોરો દુકાનોમાં ઘુસ્યા રહ્યા હતા.