અમદાવાદ બાપુનગરમાં આવેલ રઘુનાથ હિન્દી સ્કૂલના ટ્રસ્ટીનો પુત્ર નગ્ન હાલતમાં મળી આવતા ફોટો વાયરલ થયો છે. રઘુનાથ સ્કૂલના ટ્રસ્ટીનો પુત્ર ચેતન યાદવ છે. જેને અંગત અદાવતમાં માર મારવામાં આવ્યો હોવાની ચર્ચા જણાઈ રહી છે. ચેતન યાદવને નગ્ન અને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચેતન યાદવ વિરુદ્ધ વધુ ગુનાઓ હોવાથી તડીપાર કરવામાં આવ્યો હતો. જેને બે વર્ષ માટે અમદાવાદ, ગાંધીનગર, ખેડામાંથી તડીપારનો હુકમ છે.

રઘુનાથ સ્કૂલ ટ્રસ્ટીના પુત્ર ચેતન યાદવની તસવીરો સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહી છે. શહેર કોટડા પોલીસ મથકની હદમાંથી ઇજાગ્રસ્તમાં મળી આવ્યો છે. ચેતન યુથ કોંગ્રેસમાં યુવા નેતા છે. અગાઉ પણ મિલકતના વિવાદમાં પારિવારિક ઝઘડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

માહિતીના પગલે ફોટો વાયરલ થતા સ્કૂલ સંચાલકોમાં ચકચાર મચી ગઈ હતી અને આ ફોટા સોશ્યિલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા આ મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો અને સ્કૂલો સામે પણ અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.