હેડકલાર્ક પેપર કાંડ માં સાણંદ ના સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસનો મામલો સામે આવેલ છે. જે રાજકોટ મનપામાં થયેલી ભરતી શંકાના દાયરામાં આવી રહી છે. 2011 થી 2019 દરમિયાન આસિસ્ટન્ટ ઈજનેર સહીત ની ભરતી થયેલી છે. રાજકોટ મનપામાં ભરતીમાં પેપરનું કામ મુદ્રેશ પુરોહિત ને સોંપવામાં આવ્યું હતું. મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સુરાણી એ મ્યુનિસિપલ કમિશનર પાસે વિગત માગી છે. પેમેંટ વગર કામ કર્યું અને વિરોધ કરનાર ની બદલી કરાઈ હતી. જેને લઈને વિપક્ષી નેતાએ જણાવ્યું છે.

મનપાની અનેક પરીક્ષામાં સૂર્યા ઓફસેટ ને જ પેપરનું કામ ભાજપ પ્રેરિત નેતા ઓના ચાર હાથ મુદ્રેશ પુરોહિત પર ભાનુબેનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાની ભરતીની તમામ હકીકત અને મુદ્રેશ નું કનેકશનની માહિતી આપવા માંગ કરવામાં આવી છે.

વારંવાર આ રીતે પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓમાં આસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આ અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓનો એક જ સુર જોવા મળી રહ્યો છે. જે આસિત વોરા રાજીનામુ આપે ના વિદ્યાર્થીઓ દ્વારા નારા આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે યોગ્ય વ્યક્તિને સરકાર નિમણુંક કરે તેવી પણ માંગ કરી છે. અને આ રીતે પેપર લિક કરનાર સામે પણ આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. પેપર ફોડનાર સામે સરકાર દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.