રાજ્યમાં સતત લોકો ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. હાલના સમયગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો લોકો રોવડાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ ખાદ્યતેલના ભાવ પણે મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. છેલ્લા થોડા મહિનાઓથી પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આ વખતે સ્વાદનો ચસ્કો મોંઘો પડશે.

નોંધનીય છે કે, મોંઘવારીના મારમાં ફરસાણના ભાવમાં વધારો થયો છે. દશેરાના પર્વ પર ફાફડા જલેબી મોંઘા થયા છે. અમદાવાદમાં ફાફડાના પ્રતિકીલોના ભાવ 500 થી 800 પહોંચ્યા છે. જેના પહેલા ફાફડાના ભાવ 400 હતા.

તેની સાથે શુદ્ધ ઘીની જલેબીના પ્રતિકીલોના ભાવ 560 થી 960 પહોંચ્યા છે. શુદ્ધ ઘીની જલેબીના પહેલા 300 રૂપિયા હતા. તેલની જલેબીના 300 થી 400 પહોંચ્યા જે પહેલા 200 રૂપિયા હતા. કેસર જલેબીના 500 થી 900 રૂપિયા પહોંચ્યા છે પહેલા કેસર જલેબીના 300 હતા..