રાજકોટમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સતત છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ સ્થિર થયા છે. રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી ૩૦૦ થી ઉપર કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાજકોટમાં કોરોનાના વેક્સીનનું કામ ચાલી રહ્યું છે. જ્યારે હવે આ વેક્સીનેશનના કામના બુથના સ્ટાફને દાદાગીરી બહાર આવી છે.

રાજકોટમાં ટેસ્ટની ના પાડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ બાલાજી હોલ પાસે ના બુથ નો વિડીયો વાયરલ થયો છે. ટેસ્ટ કરવા ગેયલા પરિવારને ટેસ્ટ કરવાની ના પાડવામાં આવી રહી છે તે વિડીયોમાં સ્પસ્ટ જોવા મળી રહ્યું છે. તમને કશુ જ નથી મેડિકલ ઓફિસર તરીકે ના પાડી રહ્યા છે તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બાજુમાં રહેલા સ્ટાફ કહે છે કીટ મફત આવે છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન ૧૫,૧૯૮ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી સાજા થનાર દર્દીઓનો કુલ આંકડો ૫,૬૩,૧૩૩ પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં હાલ કુલ 1,31,832 એક્ટિવ કેસ રહેલા છે. જે પૈકી 798 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. 13,1034 દર્દીઓ સ્ટેબલ રહેલા છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 118 લોકોનાં મોત નિપજ્યાં હતા.