ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના પાદરા પોલીસ સ્ટેશનનો વાયરલેસ હેન્ડસેટ ગુમ થયો હોવાનું સામે આવ્યું છે. હેડ કોન્સ્ટેબલની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનની તિજોરી માંથી હેન્ડસેટ વાયરલેસ ગુમ થયો હોવાની નોંધાઈ ફરિયાદ છે. હેડ કોન્સ્ટેબલની ફરિયાદની તપાસ પીએસઆઈ ને સોંપવામાં આવી છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.