કેન્દ્રીય ગૃહમંત્રી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ બાદ આજે દિલ્લી જવા રવાના થયા છે. 2022ની ચૂંટણી પહેલા ભાજપનાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તેમની સંસદીય ક્ષેત્રમાં કરેલા કામો હિસાબ આપ્યો છે. ગાંધીનગર લોકસભામાં થયેલા ત્રણ વર્ષના કામોનો અમિત શાહ હિસાબ આપી રહ્યા છે.

અગાઉ અમિત શાહે તેમના સસદિય ક્ષેત્રમાં લોકપર્ણ પ્રસંગે કહ્યું હતું કે,વાણિયાના દીકરો છું મત લેવા આવીશ ત્યારે હિસાબ આપીશ. 2022ની ચૂંટણી માંગણી પહેલા ગાંધીનગર સદસિય ક્ષેત્રના કામોનો આપી રહ્યા છે, જાહેર મંચ પરથી હિસાબ આપશે. ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભામાં ક્ષેત્રમાં 8624 કરોડના કામો કર્યા હોવાનું કહ્યું છે.

ગાંધીનગર આવતી સાત લોકસભામાં કરેલા કામોનો ચિતાર આપ્યો છે. સૌથી કામો ગાંધીનગર ઉત્તર વિધાનસભામા 2857 કરોડના કામો કર્યા છે. સૌથી ઓછા કામો કલોલ વિધાનસભામાં 493 કરોડના કામો થયા છે. ઘાટલોડિયામાં વિધાનસભમાં 1984 કરોડ અનેં નારણપુરા વિધાનસભામાં 1300 કરોડના કામો કર્યા છે. સાબરમતી વિધાનસભમાં 634 કરોડ,વેજલપુર વિધાનસભામાં 561 કરોડ જ્યારે સાણંદ વિધાનસભમાં 788 કરોડના કામો કર્યા છે.