વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે આ વિદ્યાર્થીઓની ઑનલાઇન પરીક્ષા લીધી હોવા છતાં તેમને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 25 હજાર જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. આ માસ પ્રમોશન સેમિસ્ટર 2, 4, 6 ના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. જે એમએસ યુનિવર્સિટી ની 14 ફેકલ્ટી ના 25 હજાર વિદ્યાર્થીઓને માસ આપવામાં આવ્યું છે.

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ- ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તેમજ સરકારી અને ખાનગી કોલેજોના સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર 2-4 અને જ્યાં સેમિસ્ટર-6 ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.