થોડા સમય પહેલા ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડીયો વાયરલ થઇ રહ્યા હતા.આ પૈકી મહેસાણાના લાંઘણજની મહિલા પોલીસ કર્મચારી અર્પિતા ચૌધરીનો પોલીસ સ્ટેશનમાં બનાવેલો ટિકટોકનો વીડિયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ અર્પિતાને સસ્પેન્ડ કરી હતી. જોકે, અર્પિતા બાદ અમદાવાદ, વડોદરામાં પણ અનેક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના ટિકટોક વીડિયો વાયરલ થયા હતા. આ તમામ વિરુદ્ધ શિસ્તભંગ બદલ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે આ તમામ પોલીસકર્મીઓના ટિકટોક વીડિયોમાં તેઓ વર્દીમાં જોવા મળી રહ્યા છે. તેમાં કોન્સ્ટેબલથી માંડી પીએસઆઇના કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્યારે હવે સુરતની હોમગાર્ડની મહિલા કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે. ગાર્ડની વર્દીમાં સોશિયલ મીડિયા માટેના વીડિયો બનાવ્યા છે.

ત્યારે હોમ ગાર્ડના ઓફિસરે આ વીડિયો મામલે તપાસ સોંપી છે. C ઝોનના કમાન્ડિંગ ઓફિસરને તપાસ સોંપવામાં આવી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હતા.