MBA અને MCA માટેની પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. જે વર્ષ 2021-22 દરમિયાન MBA- MCA માં પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આ વર્ષે બીજા રાઉન્ડ બાદ પણ મોટાભાગની સીટો ભરાઇ ન હોવાનું સામે આવી રહ્યું છે. જે MBA- MCA માં સીટો ખાલી રહેવાના એંધાણ જણાઈ રહ્યા છે. ત્યારે આ વર્ષે કુલ 16264 સીટો પૈકી 2693 સીટો ભરાઇ છે. જેમાં MBA માં કુલ 9170 સીટો ખાલી રહી છે. જયારે MCA માં 4401 સીટો ખાલી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ ખાતે ખાલી પડેલી જગ્યા ભરવા માટે પ્રવેશ પ્રક્રિયાનો વધુ એક રાઉન્ડ એટલે ત્રીજો રાઉન્ડ ઓનલાઇન 6 ઓકટોબરથી શરૂ થશે જેમાં ACPC ના મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓએ 6 થી 8 ઓકટોબર સુધીમાં ચોઈસ ફિલિંગ કરવાની રહેશે.

ગુજરાતના ટેકનિકલ કોર્સના પ્રવેશના નિયમ મુજબ એમબીએ-એમસીએમાં સીમેટ આધારીત પ્રવેશ અપાય છે. એમબીએ-એમસીએમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓનો ક્રેઝ ઘટયો છે અને એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે મહત્વની એવી સીમેટ પરીક્ષા પણ વિદ્યાર્થીઓ ઓછા આપે છે.