કોરોનાના ભરડામાં સમગ્ર રાજ્ય, 120 દિવસ બાદ અહીં કોરોનાથી એકનું મોત..

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
જ્યારે વડોદરાથી કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં 120 દિવસ બાદ કોરોનાથી એકનું મોત થયું છે. કોરોના થી શ્રી શ્રી ના અંનુયાયી ઋષિ નિત્ય પ્રજ્ઞાજીનુ મોત થયુ છે. ઓમીક્રોનના 8 દર્દીઓ સાજા થયા છે.
જ્યારે હરણી રોડના એક જ પરિવારના 6 સભ્યો, તાંદલજાની યુવતી અને દિવાળીપુરાનો યુવક ઓમીક્રોનથી સાજા થયા છે. તમામને 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. ઓમીક્રોનનો આજે વધુ એક કેસ પણ આવ્યો છે. 32 વર્ષના યુવકનો ઓમીક્રોન રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 65 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 નવા કેસ સામે આવ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ સામે આવ્યા છે.