જામનગર રોડ પર આવેલ IOC ના ડેપો પાસેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંજય ઉર્ફે છોટીયો પાસવાનની ધરપકડ કરી છે. મૃતક સાગર રાઠોડની પત્ની સાથે અનૈતિક સબંધ હોવાથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી હતી. બાંધકામ સાઇટ પર આરોપી સંજય અને મૃતકની પત્ની સંગીતા સાથે આંખ મળી જતા પ્રેમ થયો હતો. મૃતક સાગર રાઠોડને પત્ની સંગીતાએ સંજય તેની હત્યાનું પ્લાનિંગ કરતો હોવાનું કહી ચેતવ્યો પણ હતો.

નોંધનીય છે કે, રાજકોટ શહેરના બજરંગવાડી પોલીસ ચોકીથી થોડા દુર એક અજાણ્યા વ્યક્તિની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્ર અને તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર રોડ પર આવેલ IOC ના ડેપો પાસેથી મળેલી લાશ મળી આવી હતી. ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી ત્યારે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પીએમ રિપોર્ટ મુજબ મૃતકના માથામાં બોથડ પદાર્થ વડે ઘા મારવામાં આવ્યા હતા જેના કારણે માથામાં ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે પોલીસને શંકા થઈ હતી.

બીજી તરફ મૃતકની પત્નીએ પણ ક્રાઇમ સીરિયલમાં આવે તેવી જ સ્ટોરી પોલીસને બતાવી હતી. મૃતકના પત્ની સંગીતાબેને પોલીસને કહ્યું હતું કે, સાગર દરજી નામના વ્યક્તિ સાથે તેના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક કાવ્ય નામની પુત્રી જન્મી છે, જ્યારે જય નામનો પુત્ર પણ છે. જયારે તેમની ઉમર 35 છે. જ્યારે તેના પતિની ઉમર 55 વર્ષ રહેલી છે. એટલે કે પતિ-પત્ની વચ્ચેની ઉમરમાં 20 વર્ષનો તફાવત હોવાનું પણ સામે આવ્યુ છે.

ક્રાઈમ બ્રાચ દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને પી.એસ.આઇ યુ.બી.જોગરાણાની ટીમે સંજય બિહારીની ધરપકડ કરી હતી. સંજય બિહારી સામે કડક કર્યાવાહી કરી તો તેને જણાવ્યું હતું કે, તે સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં છુ.. પ્રેમ સંબંધમાં પોતાનો મિત્ર સાગર અડચણ બનતો હોવાના કારણે મે તેન પતાવી દીધો છે. બંને અમે વારંવાર સાથે દારૂ પણ પીતા હતા. તેમજ સાગરની હત્યા કર્યા બાદ સંજયે પોતાની પ્રેમિકાને જણાવ્યું હતું કે, તારા પતિને કામે લગાડી દીધો છે.

ત્રીજી મેના રોજ સંજય તેના મિત્ર સાગરને દારૂ પીવડાવી નશાની હાલતમાં બજરંગવાડી પોલીસ ચોકીની પાછળ આવેલા IOC ડેપો પાસે લઇ ગયો અને માથા, નાક તથા ગુપ્ત ભાગ પર પથ્થર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ આધારે તેના પર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.