અમદાવાદમાં વિચિત્ર ચોરી જોવા મળી છે. અમદાવાદમાં મહિલાના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અમદાવાદમાં સાબુ વેચવાનું લીક્વીડ વેચવાના બહાને મહિલાના દાગીના સેરવી લેવામાં આવ્યા છે. આ ઘટના મણીનગર વિસ્તારમાં બની છે.

આ ઘટનામાં લીકવીડ વેચવાના તથા પાણી પીવાના બહાને મહિલાને બેભાન કરી દેવામાં આવી હતી. અને આ ચોરીને અંજામ આપવામાં આવી હતી. આ ચોરીમાં અઢી તોલાના દાગીના સેરવી લીધા હતા. આ ઘટના પોલીસ તપાસ હાથ ધરી છે.