રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી ૫૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેની સાથે રાજકોટ જિલ્લાના ગામડાઓમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટ મનપાની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કેસો વધતા રાજકોટ જિલ્લા ના 591 ગામોમાં લોકડાઉન જાહેર કરાયું છે. આવસિયક ચીજવસ્તુઓ દુકાનો જ ખુલ્લી રહેશે. બારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા ગામડાઓમાં અલગ-અલગ 3 કમિટી બનવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા ના ક્યાં તાલુકાના કેટલા ગામડાઓ લોકડાઉન જેવું
રાજકોટ 89
ઉપલેટા 51
કોટડા સાંગાણી 42
ગોંડલ 79
જસદણ 59
જામ કંડોરણા 50
જેતપુર 48
ધોરાજી 30
લોધિકા 30
વિછયા 46
પડધરી 60

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.