પેટ્રોલ-ડીઝલના પૂરતા જથ્થાના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ રહેલી છે. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ પેટ્રોલની અછત જોવા મળી રહી છે. અમદાવાદના નારોલ વિસ્તારના પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત રહેલી છે. એવામાં Hp ના પેટ્રોલ પંપમાં અનેક વાહનચાલકો હેરાન પરેશાન થયા છે.

તેની સાથે ધીરે-ધીરે હવે અમદાવાદ શહેરમાં પણ પેટ્રોલની અછત વર્તાઈ રહી છે. પેટ્રોલ નો સ્ટોક ઓછો હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં 20 ટકા જેટલો પુરવઠો ઓછો આવી રહ્યો છે. એક જ શહેરની 2 તસ્વીર રહેલી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ મળે છે તો ઘણી જગ્યાએ પેટ્રોલની અછત રહેલી છે. અમદાવાદમાં APMC ની સામે પેટ્રોલ પુરાવા લાઈન લાગી છે. ઘણી જગ્યાએ પેટ્રોલ ન મળતા આ સ્થિતિ છે.

આ સિવાય આબલી ખાતેના HP પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટ્યું છે. પેટ્રોલનો સ્ટોક ન હોવાને કારણે લોકો પરત જઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી પેટ્રોલનો સ્ટોક આવ્યો નથી. પેટ્રોલ ન મળતા લોકો ને હાલાકી પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ન મળતા રોજગારી પર અસર પડી રહી છે.