અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના લીધે અમદાવાદ મનપાની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે રેકોર્ડ કેસ નોંધાયા છે. જેના લીધે અમદાવાદમાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

અમદાવાદ કોરોનાનો બ્લાસ્ટ જોવા મળી રહ્યો છે. ત્રીજી લહેરમાં અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ બન્યો છે. શહેરમાં એક દિવસમાં જ 8391 કેસ સામે આવ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક દિવસમાં સૌથી વધુ 5798 કેસ સામે આવ્યા છે. જેમાં પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન કોરોનાનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે.

અમદાવાદના બોડકદેવ, થલતેજ, વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, ચાંદખેડા, ચાંદલોડિયા, જોધપુર એપી સેન્ટર રહ્યા છે. જેમાં સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. પશ્ચિમ ઝોનમાં 2681, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1324 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1793 કેસ સામે આવ્યા છે. જ્યારે જોધપુરમાં 740, બોડકદેવમાં 707 કેસ, થલતેજમાં 385, સરખેજમાં 323, ચાંદખેડામાં 370 કેસ, નારાણપુરમાં 352, નવરંગપુરા 487, પાલડીમાં 400 અને વાસણામાં 406 કેસ સામે આવ્યા છે. જ્યારે હાલ શહેર માં 31 હજાર એક્ટિવ કેસ રહેલા છે જેમાં 20 હજાર માત્ર પશ્ચિમ ઝોનમાંથી જ છે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં 8391 અને જિલ્લામાં 138 મળીને 8529 કેસ સામે આવ્યા છે. જે મુંબઈ કરતા પણ 2000 કેસ વધુ રહેલા છે. ગઈકાલના પણ કોરોનાની ત્રણેય લહેરમાં પ્રથમ વખત એક જ દિવસમાં 6000 થી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા હતા. તેની સાથે 3911 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર 6 દર્દીઓના કોરોનાના મોત નીપજ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૯૬૬ કેસ સામે આવ્યા છે. જ્યારે આજે કોરોનાના નવા રેકોર્ડ કેસ નોંધાયા છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સિવાય આજે સારા સમાચાર પણ એ છે કે, આજે 9828 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે.