રાજકોટમાં નકશામાં સુધારો કરી એઇમ્સ સુધીનો માર્ગ બનાવાશે. કલેકટર દ્વારા પ્રાંત અધિકારી 2 ને જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ માધાપર ખાતેથી રસ્તાનો મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. નકશામાં ખામી હોવાથી નવા રસ્તા માટે નકશો બનાવવામાં આવશે.

માધાપરમાં વર્ષો પહેલા નકશો તૈયાર કરવામાં આવ્યો હતો તે ખામીયુક્ત છે આ કારણે ખેડૂતની જમીન જ્યાં આવેલી છે તેને બદલે નકશામાં બીજું જ સ્થળ બતાવવામાં આવેલ છે જેને તરતા સરવે નંબર કહેવાય છે. નકશા ભૂલ ભરેલા હોવાથી લાભ તેમના બદલે નકશામાં જે જગ્યા બતાવી છે તેમાં હોવાથી સમસ્યા થઈ શકે તેથી કામ અટકાવી દેવામાં આવ્યું છે.

રાજકોટ એઈમ્સના રસ્તામાં ભૂલનુ નિદાન થયું છે.એઈમ્સના જવા 30 મીટરનો કનેક્ટીંગ રોડ બનાવતી વેળાએ ભૂલ પકડાઈ છે. કેટલાક ખેતરો વાસ્તવમાં છે ત્યાં આ ખેતરો નકશામાં બતાવ્યા નથી. આમ વર્ષો પહેલા ડી આઈ એલ આર થી રહી ગયેલી ભૂલ હવે સુધારવી પડશે. પ્રાંત અધિકારી આ ભૂલ સુધારશે
એઈમ્સ માટે બે એપ્રૉચ રોડ બની રહ્યાછે જેમા મોરબી રોડબ્રિજથી બનનાર આ રોડમાં ભૂલ બહાર આવી છે.

આ કારણે તંત્રએ તે કામ પડતું મૂકી બીજા સ્થળેથી રોડ બનાવવાનું શરૂ કર્યું હતું. રાજકોટ મનપાએ નકશાનો વિવાદ હોવાથી કલેક્ટરના કાર્યક્ષેત્રમાં આવતું હોવાનું કહેવામાં આવ્યું છે. વિવાદ વધે નહિ તે માટે આદેશ આવતા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી-2ને નકશા તેમજ સમગ્ર સમસ્યાનો હલ કરવાની જવાબદારી સોંપાઈ છે અને એક બે મહિનામાં રિ-સરવે કરીને નકશો સુધારી કામગીરી આગળ વધારવામાં આવે તેવી શક્યતા છે.