કોરોના કાળમાં દરેક વ્યક્તિનું જીવન જાણે થંભી ગયું હતું. કોરોના સંકટ અને લોકડાઉનના કાળમાં ઘણું બધું બદલાઈ ગયું છે. બદલાયેલી પરિસ્થિતિમાં લોકો પોતાના ભવિષ્યને લઈને ચિંતિત થયા છે. આવા સમયે ભવિષ્યની અનિશ્ચિતતા લોકોને ડરાવી રહી છે. વિશ્વભરમાં કોરોનાના શિકાર લાખો લોકો થયા છે. લોકોના જીવનમાં સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડી હતી. કોરોનાના સમયમાં લોકો સ્વાસ્થ્યને લઈને જાગૃત પણ થયા છે. લોકડાઉનના સમયમાં ઘરેલુ ઉપચાર દ્વારા પણ સ્વાસ્થ્યની જાણવણી માટે અનેક ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હતું.

પણ હવેના સમયમાં કોરોનાના કેસોમાં પહેલા કરતા ઘટાડો જોવા મળ્યો છે, અને લોકો પણ વધુ સાવચેત રહે છે. આથી આ વખતે સુરત શહેરમાં પહેલીવાર કોમ્પિટિશન યોજાવાની છે. જેમાં પોલીસ માટે મિસ્ટર પોલીસ નામથી બોડી બિલ્ડીંગ કોમ્પિટિશન યોજાશે. અને આ કોમ્પિટિશનના પરિણામ પરથી ગુજરાત ચેમ્પિયનશીપ પણ યોજવામાં આવશે. આજના યુવાનોમાં આ કોમ્પિટિશન મહત્વનો ભાગ ભજવશે. આ કોમ્પિટિશન થકી યુથને ફિટ અને હેલ્ધી રહેવા માટે સંદેશો અપાશે. વિવિધ નિષ્ણાતો દ્વારા યુથને હેલ્થ માટે ગાઈડ કરવા સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. અલગ અલગ હેલ્થ કેમ્પિઅનનું આયોજન કરવામાં આવશે , જેથી યુવાનોમાં જાગૃતતા ફેલાવી શકાય.