કોરોના કેસ વધી રહયા હોવા છતાં લોકોમાં હજુ બેદરકારી જોવા મળી રહી છે બીજી તરફ સરકારી મેળાવડાનાં આયોજનોથી આગામી દિવસોમાં કોરોનાની સ્થિતિ હજુ જોખમી થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો કે હાલમાં લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાટ્યો છે. જ્યારે સરકારના વિવિધ કાર્યક્રમો અને ખાનગી કાર્યક્રમોમાં કારણે નેવે મુકાયેલી કોરોનાની ગાઈડલાઇનનું પરિણામ હવે સામે આવી રહ્યું છે ત્યારે ફરી કોરોના રાજકોટમાં ટોપ ગિયરમાં આવી ગયો છે. જે ચિંતાનો વિષય બની રહ્યો છે.

રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.

કોરોનાના કહેરને જોતા સુરતના પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિર આજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો મંદિરમાં પ્રવેશી માતાજી ના દર્શન કરી શકશે નહીં. કોરોના ના વધતા સંક્રમણને જોતા મંદિરના વહીવટકર્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે વર્ષ ના છેલ્લા દિવસે માતાજી ના દર્શન માટે હજ્જારોની સંખ્યામાં ભક્તો મંદિરમાં આવતા હોય છે. જેને પગલે કોરોનાની sop નું પાલન થઈ શકે તેમ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમકે હાલના સમયે રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.