ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

 

 

રાજકોટમાં આર. કે. યુનિવર્સિટીના જ ત્રણ વિદ્યાર્થીઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. આજે આવેલા ત્રણ ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓમાં 1 નેપાળ અને બે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. હાલ ત્રણેય દર્દીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

 

જ્યારે આ મામલામાં જાણવા મળ્યું છે કે, તાંઝાનિયાથી આવેલા ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા. આર. કે. યુનિવર્સિટી હોસ્ટેલમાં સંપર્કમાં આવ્યા હતા. તેના કારણે યુનિવર્સિટીના અધિકારીઓની ચિંતામાં વધારો થયો છે.

 

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 65 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 નવા કેસ સામે આવ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ સામે આવ્યા છે.