રસ્તાઓ પર ખાસ કરીને રાજ્યના મોટા હાઇવે પર દિવસે ને દિવસે અકસ્માતના બનાવો સતત વધારો થઇ રહ્યો છે. જે લોકોની એક ભૂલ અને બેદરકારીને કારણે આ બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે પણ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે અને તેમાં 10 જેટલા લોકો ઘાયલ થયા છે. જે તુફાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જો કે ટ્રક પાછળ ગાડી ઘુસી જતાં આ ઘટના બની છે. હાલમાં આ ઘાયલ લોકોને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

જે બગોદરા-વટામણ નજીક અરણેજ ગામ પાસે આજે સવારે વાપીથી જુડો રમીને પરત ફરી રહેલી રાજકોટની ટીમને અકસ્માત નડતા ૩ ખેલાડીના મોત થયા છે. જયારે ૧૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા ૩ શિક્ષકોને ઇજા થતા સારવાર માટે પ્રથમ બગોદરા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડેલ છે. જયાં ૬ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા રાજકોટથી શાળા સંચાલકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઝાકળના કારણે આગળ ઊભી બંધ ટ્રક દેખાઈ ન હતી અને અકસ્માત થયો હતો.

આ અકસ્માતની જાણ થતાં જ બગોદરા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા