પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. દિવસેને દિવસે વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના ( price of petrol and diesel ) લીધે આમ જનતા સહિત ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. સતત વધતા ડીઝલના ભાવોથી ટ્રાન્સપોર્ટ કંપનીઓ ચિંતામાં આવી ગઈ છે. ચિંતામાં ટ્રાન્સપોર્ટરોએ ચીમકી આપી છે.જે ડિઝલના વધતા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પડી રહી છે.

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને ( price of petrol and diesel ) લઈને ટ્રાન્સપોર્ટના ધંધા પર અસર જોવા મળી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ માલિકોની હાલત કફોડી બની છે. ભાવ વધારાના પગલે ટ્રાન્સપોર્ટ માલિકોના 50 ટકા વાહનો હાલ બંધ હાલતમાં છે. જેથી પાર્સલમાં ભાવ વધારો ગ્રાહક પાસેથી મળતો નથી. જેના કારણે આવક કરતા ખર્ચ વધુ થતા હાલ ટ્રાન્સપોર્ટ માલિક ચિંતામાં મુકાયા છે.

ડીઝલના વધતા ભાવોને લઈ મુશ્કેલી વધી રહી છે. ડીઝલના ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ મોંઘું થયું છે. ઉદ્યોગમાં એક તરફ મંદીનો માહોલ છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. ટ્રાન્સપોર્ટના ભાવમાં 25 % નો વધારો થયો છે.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા 10 ટકા ભાડું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડીઝલ નો ભાવ 100 રૂપિયાને પાર પહોંચતા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સ્થિત ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ભાડા વધારા માટે હીલચાલ શરૂ કરવામાં આવી છે. રોજ રાજકોટથી 700 ટ્રક ભરીને માલ મુંબઇ રવાના થાય છે. મુંબઇનું ભાડું 28 હજારથી વધીને 31 હજાર થશે. ભાડા વધારાનો બોજો આમ જનતા ઉપર જ આવશે