આજે પ્રવેશોત્સવનો આખરી દિવસ છે. નવા શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ શાળા પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યું છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની 2 શાળાની મુલાકાત લેશે. CM અમદાવાદની શાળામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. રાજ્યમાં 17મો શાળા પ્રવેશોત્સવ છે.

તેની સાથે 18 હજાર ગામોની સરકારી, શાળાઓમાં બાળકોને પ્રવેશ, 32 હજાર 13 સરકારી શાળાઓમાં બાળકોને શાળા પ્રવેશ અપાશે. વર્ષ 2002 ધોરણ 1 થી 8માં ડ્રોપઆઉટ રેશિયો 37.22% હતો. 20 વર્ષ પછી ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 3.07% થયો છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર 2003-04માં 75% હતો.

આ સિવાય પ્રાથમિક શાળાઓમાં બાળકોનો પ્રવેશ દર વધીને 99.21% થયો છે. આજે કન્યા કેળવણી આજે પ્રવેશોત્સવ નિમિતે 2 જગ્યાએ બળકોને પ્રવેશ કરાવશે. સિગ્નલ સ્કૂલના બાળકોને CM પ્રવેશ કરાવશે. જ્યારે મેમનગરની સ્કૂલમાં સ્માર્ટ સ્કૂલમાં પણ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ઉજવશે. આજે CM હસ્તે AMC સ્કૂલ બોર્ડની સ્માર્ટ સ્કૂલનું પણ લોકાર્પણ થશે.