આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુડવેલની મુલાકાતે આવેલ છે. પ્રધાનમંત્રીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ રહેલો છે. આજ સવારના 9 :45 વાગે સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું. હેલિકોપ્ટરથી તે 10 : 15 કલાકે ખુડવેલ સભાસ્થળે પહોંચ્યા હતા.

જ્યારે તે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ પાંચ જિલ્લાના વિકાસના કર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. કાર્યક્રમમાં ચાર લાખથી વધુ જનમેદની ઉપસ્થિત રહેશે. પાંચ જિલ્લાના રૂ 2151.46 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે પાંચ જિલ્લાના રૂ 901.86 કારોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

તેની સાથે વડાપ્રધાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સન સંવાદ કરશે. વડાપ્રધાન કાર્યક્રમ સ્થળે થી નિરાલી હોસ્પિટલ ખાતે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોડી નિરાલી હોસ્પિટલ મુલાકાત અને હેલ્થ ક્લબનો લોકાર્પણ કરાશે. આ સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલા નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ છે.