પાટણ જિલ્લાના 52 શિક્ષકોની બદલી રદ કરવામાં આવી છે. ઠરાવ વિરુદ્ધ થયેલી બદલીની શિક્ષણ વિભાગને ફરિયાદ મળી હતી. શિક્ષકોની નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી હતી. ત્યારે આ મામલે શિક્ષણ વિભાગે શિક્ષકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જે બદલી કરનાર જિલ્લા શિક્ષણ અધિકારી સામે કાર્યવાહી થશે. શિક્ષણ વિભાગ દ્વારા ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. જરૂરી લાગશે તો શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.

પાટણ જિલ્લામાં શિક્ષકોની ફેરૂબદલીમાં કૌભાંડ થવા મામલે શિક્ષણ નિયામકે પાટણ જિલ્લાફેરની 47 બદલીઓ રદ કરી હતી. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગર શિક્ષણ વિભાગની આઠ ટીમોએ તપાસ કરી હતી. લાખો રૂપિયા લઇને શિક્ષકોની બદલી કરાઇ હોવાના આરોપ લાગ્યા છે.

પાટણ જિલ્લાના તત્કાલીન ડીપીઈઓ બાબુ ચૌધરીએ લાખો રૂપિયાની રકમ લઈને અનેક શિક્ષકોની બદલીનાં હુકમો કર્યા હતા. જેમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાની રજૂઆત થતાં છેક ગાંધીનગરથી તપાસ થઈ હતી. જેમાં સરેરાશ 72 પૈકી 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઈ હોવાનું પુરવાર થયું છે. આથી નિયામકે કુલ 52 શિક્ષકોની બદલીનો તત્કાલીન હુકમ રદ કરી આ શિક્ષકોને છૂટા કરવા આદેશ આપ્યો છે.