વડોદરામાં સતત હિટ એન્ડ રનની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે અનેક માસૂમ લોકોનો જીવ પણ જઈ રહ્યા છે. જ્યારે આ ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા સખ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં તેવી ઘટના સામે આવતી રહે છે.

આજે વડોદરામાંથી એવી જ એક ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાર ચાલક દ્વારા મહિલા દ્વારા કાબુ ગુમાવતા ફ્રૂટની છ લારીઓને અડફેટે લીધી છે.

જ્યારે ફ્રૂટ ની ખરીદી કરી રહેલી બે મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે. રાત્રી ના 10 વાગ્યાના સમયે ઘટના બની છે. કાર ચાલક મહિલાને પોલિસ સોંપી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, મહિલા કારચાલક દ્વારા ફ્રુટ ની છ લારીને ઢસડીને આગળ સુધી લઈ જવામાં આવી હતી. ત્યાર બાદ મહિલા દ્વારા કાર ઉભી રાખવામાં આવતા લોકોએ તેને પકડીને પોલીસને જાણ કરી દીધી હતી. અકસ્માતના પગલે સમગ્ર રસ્તા પર ફ્રુટ પણ વેરાઈ ગયા હતા. તેના લીધે ટ્રાફિક જામ પણ થયો હતો.