ગાંધીનગરમાં અફઘાનીસ્તાન અને મોઝામ્બિકના રહેવાસી બે યુવકોને પોલીસે દબોચ્યા, તપાસમાં આવી ચોંકાવનારી વિગતો

ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાયું છે. અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલ સેન્ટર ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
કોલ સેન્ટર ચલાવનારા બે વિદેશી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોલ સેન્ટર ચલાવનારા બંને આરોપીઓ અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના રહેવાસી છે. યુએસના લોકોને નકલી કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી કરતા હોવાનુ ધ્યાને આવ્યુ હતું.
આ બંને આરોપીઓ અમેરિકાના સિટીઝનોને લોન આપવાની લાલચ આપી રુપીયા પડાવતા હતા. લોન આપવાની લાલચ આપી પડાવેલા રૂપિયાને ને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા હતા. આ મામલો પોલીસના ધ્યાનમાં આવતા બંને આરોપીઓને દબોચી લીધા હતા. સાયબર ક્રાઇમ ગાંધીનગર અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,