સુરતમાં આ વખતે સારો વરસાદ પડ્યો છે. ત્યારે સુરતના ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર બે ફૂટ દૂર રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આજે સવારે 6:00 કલાકે ઉકાઈ ડેમની સપાટી 331 ફૂટને પાર કરી ગઈ છે. આજનો રૂલ લેવલ 333 ફૂટ છે. ઉપરવાસમાંથી 1,21,લાખ ક્યુસેક થી વધુ પાણીની આવક ચાલુ થઇ છે. રૂલ લેવલ પાસ થશે તો જ પાણીનો જથ્થો વધારે છોડવામાં આવશે. હાલ ઉકાઈ ડેમમાંથી 12000 ચૂસે પાણી છોડાઈ રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતના કોઝવે ની સપાટી 6.5 મીટર પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હથનુર, પ્રકાશા અને સારંગખેડા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઇ ડેમમાં ગુરુવારે મોડીરાત્રથી 1 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. જેના કારણે સપાટીમાં સડસડાટ વધારો થઇ રહ્યો છે.

છેલ્લા 5 દિવસમાં જ ઉકાઇ ડેમની સપાટીમાં 15 ફૂટનો વધારો થયો છે. મોડીરાતે 10 કલાકે ડેમની સપાટી 330.50 ફૂટ નજીક પહોંચી ગઇ છે. રૂલ લેવલ સુધી સપાટી આવી જાય તો રૂલ લેવલ મેઇન્ટેઇન કરવા પાણી છોડાઇ શકે છે. જેથી ડેમના સત્તાધીશો એલર્ટ થઇ ગયા છે.