સાબરમતી નદીના તટે રાજ્ય સરકાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવશે. સાબરમતી તટે 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરે સુધી સરકાર નદી ઉત્સવ યોજાશે. જેમાં 26 ડિસેબમરે વાસણા બેરકે ખાતે નદીની સફાઈ કરીને ઉજવણી કરશે. 27 ડિસેમ્બરે મેરેથોન યોજી ઉજવણી કરશે. 28 ડિસેમ્બરે યોગા, મેડિટેશન અને સંસ્કૃતિ કાર્યક્રમ કરીને ઉજવણી કરશે. 29 ડિસેમ્બરે નેચરલ વોક અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને ઉજવણી કરશે. જયારે 30 ડિસેમ્બરે નદીની પૂજા કરીને આરતી સાથે નદી ઉત્સવની સમાપ્તિ કરશે.

જો કે એકતરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે 28 ડિસેમ્બરે યોજાનારા નદી ઉત્સવમાં 300 બાળકોને શ્રોતા તરીકે હાજર રાખવા માટે કલેક્ટર કચેરી દ્વારા ડીઇઓ કચેરીને સૂચના આપી છે.

નદી ઉત્સવમાં સ્કૂલોના બાળકોને 27 અને 28 ડિસેમ્બરે પોતાની કૃતિઓ અને પોતાની કલા રજૂ કરશે. જેમાં ચિત્ર, સંવાદ નદીની થીમ પર રહેશે, જ્યારે કે આપણા ક્રાંતિકારીઓ પર ડિબેટનું આયોજન પણ કરવામાં આવશે.