મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આજે વધુ એક મામલો સામે આવ્યો છે. જે વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કર્યા છે. ઘનશ્યામ પાર્ક સોસાયટીના મકાનમાં ક્લાસ ચલાવતા સંચાલક વિકાસ સોઢીનું કારસ્તાન સામે આવ્યું છે. કરાટે શીખવા આવતી સગીરાને નિર્વસ્ત્ર કરી શરીર પર તેલની માલિશ કરી હતી. સગીરાના ગાલ પર કરાટે કલાસમાં સંચાલક વિકાસ સોઢીએ ચુંબન પણ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ સગીરાએ તેની માતાને જણાવતા સગીરાની માતાએ હાલમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિકાસ સોઢી ની ધરપકડ કરી લીધી છે. જે પોલીસે આરોપી સામે પોસ્કો એકટ, 354A, 345B મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલમાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં નોંધાયેલા ગુનાની વિગતો પ્રમાણે દર ચાર દિવસે એક અનુસૂચિત જાતિ અને દર દસ દિવસે એક આદિવાસી મહિલા સાથે દુષ્કર્મની ઘટના બને છે. આ આંકડા સરકારની ‘સલામત ગુજરાત’ની જાહેરાતોથી વિપરીત હકીકત બયાન કરે છે.