તાજેતરમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી સાસણની મુલાકાતે આવેલા તેને લઈને વિવાદ સામે આવ્યો છે. 23 અને 24 મેં ના રોજ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સાસણ ગીરની મુલાકાત લીધી હતી. તેમ છતાં સેવ લાયન સંસ્થા ના મયંક ભટ્ટે આ મુલાકાત માં નિયમોના ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે.

તેમના દ્વારા મુખ્ય વન સંરક્ષક અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ માં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનાર કેન્દ્રીય વન મંત્રી ના કાફલા સામે ફોઝદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ માં મંત્રી નો કાફલો 23મીએ રાત્રે સાસણ ગિર અભિયારણ ની મુલાકાતે ગયો હતો

તેની સાથે કાફલાની ગાડીઓએ રાત્રી ના સમયે જંગલોમાં સિંહો પર હેડ લાઈટનો પ્રકાશ ફેંકી તેનો વિડીઓ ઉતાર્યો હતો. મંત્રી આવે તે પહેલા ટ્રેક્ટરો દ્વારા સિંહોને ચોક્કસ જગ્યાએ રોકી રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ મંત્રીએ ગીર અભિયારણમાં સિંહ દર્શન કરવામાં આવ્યા હતા.