કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને અનેક વિકાસના કામોને પ્રજા માટે ખુલ્લા મુક્યા હતા ત્યારે તેઓ ફરી ત્રણ દિવસ માટે ગુજરાત આવ્યા છે.

કેન્દ્રિયગૃહમંત્રી અમિત શાહ એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. 26 માર્ચે અમિત શાહ એક દિવસની ગુજરાત મુલાકાતે રહ્યા છે. અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રના 300 કરોડથી વધુ કામો ખાતમૃહત અને લોકપર્ણ કરશે. 150 કરોડના ખર્ચે આકાર પામેલા બ્રિજ સહિતના કામોનું લોકપર્ણ કરશે. 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામા આકાર પામેલા વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુકશે. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ કરશે.

સરખેજમાં 5 કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલોમેન્ટનો ચિતાર મેળવશે. 150 કરોડના ખર્ચે આકાર લેનાર કલોલ ખાતેના વિકાસના કામોનું અમિત શાહ ખાતમૃહત કરશે.