ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPની એન્ટ્રીના સવાલ પર અમિત શાહે કહ્યું કે, દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે, પરંતુ તે લોકો પર છે કે તેઓ પાર્ટીને સ્વીકારે છે કે નહીં. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાના મનમાં AAP ક્યાંય નથી. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ તમારું નામ સફળ ઉમેદવારોની યાદીમાં નહીં આવે. કોંગ્રેસ અંગે શાહે કહ્યું કે તે હજુ પણ મુખ્ય વિપક્ષી પાર્ટી છે, પરંતુ પાર્ટી સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે.

ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી રૂપમાં તેમના કાર્યકાળ દરમીયા ગુજરાતના સર્વાંગી વિકાસ અને શૂન્ય તુષ્ટિકરણ નીતિના અમલીકરણને લાગુ કરવાના કેટલાક વર્ષોમાં લોકો દ્વારા વારંવાર ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરવાનું મુખ્ય કારણ જણાવ્યું છે. વધુમાં તેમને જણાવ્યું કે, ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નોંધાવશે. લોકોને અમારી પાર્ટી અને અમારા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂર્ણ વિશ્વાસ છે.

જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે પૂછવામાં આવ્યું ત્યારે શાહે કહ્યું કે રાજકારણમાં સતત પ્રયત્નો જરૂરી છે. “હું હંમેશા માનું છું કે રાજકારણીઓને સખત મહેનત કરવાની જરૂર છે અને જ્યારે વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તે સારું છે. પરંતુ રાજકારણમાં સતત પ્રયત્નો જ પરિણામ દર્શાવે છે. તેથી રાહ જુઓ અને જુઓ.