સુરત ટેક્સટાઇલ માં માર્કેટમાં ઠગાઇનો સિલસિલો યથાવત રહેલો છે. સારોલીની કુબેરજી માર્કેટના વેપારી સામે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. રૂ.3.17 કારોની છેતરપીંડી કરી સંજય ખત્રી રાતોરાત પલાયન થઈ ગયો છે. માર્કેટના અનેક કાપડના દુકાનદારો , દલાલો અને વિવર્સઓને ચુનો લગાડી ફરાર થયો છે.

તેની સાથે એક સાથે અનેક વેપારીને ચુનો લગાડનાર ઠગ વેપારી સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ માટે ઉઠમણું છેતરપીંડી ચિંતાનો વિષય બન્યો છે. કેમકે એક સાથે આટલા કરોડનું ઉઠમણું થતા અનેક વેપારીને તેનાથી પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.

તેની સાથે સુરતના સારોલી કુબેરજી માર્કેટમાં દુકાન શરૂ કરી અઠવાડીયામાં પેમેન્ટનો વાયદો કરી કરોડોમાં ઉઠમણું કરનાર રાજસ્થાની વેપારી વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.3.17 કરોડની ઠગાઈની ફરિયાદ દાખલ કરી આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાની વેપારીની ઠગાઈનો ભોગ વધુ બન્યા હોવાની આશંકા રહેલી છે.