રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ માર્ચ એન્ડિંગને લઈને બંધ રહેશે. ઉપલેટા માર્કેટ યાર્ડ માર્ચ એન્ડીગને લઈને આવતી કાલથી અઠવાડિયું બંધ રહેવાનું છે. જ્યારે માર્કેટ યાર્ડ સાત દિવસ બંધ રહેશે.

24 તારીખે જણસીની હરાજી બાદ યાર્ડમાં ખરીદી બંધ કરી દેવામાં આવશે. માર્ચની 25 તારીખ થી 31 તારીખનાં રોજ સાંજના ચાર વાગ્યાં સુધી બંધ રહેશે. માર્ચ 31 તારીખ સાંજના ચાર વાગ્યાથી જણસી યાર્ડમાં લેવાનું શરૂ થશે. 01/04/2022 થી જણસીની હરાજી રાબેતા મુજબ શરૂ થશે.

તેની સાથે માર્ચ એન્ડીગને લઈને વર્ષનો હિસાબ કિતાબ અને લાયસન્સ રીન્યુ કરવા બાબત યાર્ડ સાત દિવસ બંધ રહેશે. વેપારીઓ અને ખેડૂતો 25 તારીખ થી 31 તારીખ જણસી લઈ યાર્ડ ખાતે ન આવે તેવી યાર્ડના સેક્રેટરીએ વિનંતી કરી છે. જ્યારે યાર્ડ સાત દિવસ બંધ રહેશે.