રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે ધીરે-ધીરે વડોદરામાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. તેની સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં 357 ટકાનો વધારો થયો છે.

બુધવારે કોરોનાના 25 કેસ નોંધાયા હતા, મંગળવારે માત્ર 7 કેસ નોંધાયા હતા. કોરોનાના દર્દીઓની સંખ્યા વધી 76 થઈ, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેલા છે. જ્યારે ગોત્રી, અટલાદરા, નવીધરતી, ભાયલી, સુભાનપુરા, પાણીગેટ, જેતલપુર અને નવાયાર્ડ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન 29 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,309 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાના સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.07 ટકાએ પહોંચી ગયો છે.