વડોદરાના ગાયક કલાકાર સનતભાઈ પંડ્યાએ પીએમ મોદી માટે ખાસ ગીત તૈયાર કર્યું છે. યહી સમય હૈ, સહી સમય હૈ, ભારત કા અનમોલ સમય હૈ નામનું ગીત તૈયાર કર્યું છે. જેઓ આજે સભા સ્થળે પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલ ગીત પ્રસ્તુત કરશે. દેશમાં પહેલીવાર પીએમ મોદીનું આ ગીત તૈયાર થયું છે. પ્રધાનમંત્રી મોદી લાલ કિલ્લા પરથી આ કવિતા બોલ્યા હતા. ત્યારે જેના પરથી ગાયક કલાકાર સનત પંડ્યાએ ગીત તૈયાર કરી નાખ્યું છે.

આ અગાઉ પણ પીએમ મોદી માટે મેરે દેશ કી તુમ શાન હો, નગર મે મોદી આયા જેવા ગીતો તૈયાર કર્યા છે. આ અગાઉ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, આ સમય વિજય તરફ આગળ વધવાનો છે. આ સમય છે સાચો સમય છે ભારતનો અનમોલ સમય છે. અસંખ્ય ભૂજાઓની શક્તિ છે. દરેક જગ્યાએ ભારતનો સમય છે. ભારતના ભાગ્યનો સમય છે.

જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનો જન્મ દિવસ છે. હીરા બા 100 વર્ષના થઈ ગયા છે. આ પ્રસંગે વડાપ્રધાન ગાંધીનગર ખાતે માતા હીરા બાના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને ત્યાં જઇ હીરા બાના આશીવાદ લીધા હતા.