વડોદરા પાલિકા ચાર્જની પાલિકા બની હોવાનું જોવા મળી રહ્યું છે. મોટાભાગના અધિકારીઓ ચાર્જમાં ફરજ બજાવી રહ્યા છે. એન્જીનીયરીંગ વિભાગમાં 502 પોસ્ટ પર માત્ર 265 પોસ્ટ ભરેલી છે અને 237 પોસ્ટ ખાલી પડી રહેલ છે. જેમાં સીટી એન્જિનિયર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ત્રણ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, આસી. મ્યુનિ. કમિશનર ચાર્જમાં પડેલ છે, જયારે દબાણ શાખા અધિકારી, ગાર્ડન અધિકારી, રોડ શાખા અધિકારી, ટુરિસ્ટ શાખા અધિકારી પણ ચાર્જમાં ખાલી પડી રહેલ છે. ત્યારે એક એક અધિકારીને ત્રણ ત્રણ ચાર્જ સોંપવામાં આવ્યા છે.

1988 બાદથી સીટી એન્જિનિયર અને 2001થી ટાઉન પ્લાનિંગ અધિકારી કાયમી લેવાયા નથી. જેને લઈને વડોદરા મેયર કેયુર રોકડીયાનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા પાલિકા ચાર્જ પર રહેલા અધિકારીઓ પર ચાલતી હોવા પર નિવેદન આપ્યું છે. જે એપ્રિલ પહેલા પાલિકામાં ભરતી કરી દેવાશે તેવી મેયર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારમાં ભરતી માટે રોસ્ટર રજીસ્ટર તૈયાર કરી મોકલી આપવામાં આવ્યું છે. જયારે આ ભરતી માટે રોસ્ટર મંજૂર કરવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે.