વડોદરા પાણીગેટ પોલીસ મથકની હદમાં ચાલતા દેહ વ્યાપારનો મામલે નવો ખુલાસો થતા ખુદ પોલીસ અચંબામાં પડી ગઈ છે. વાઘોડિયા રોડ સ્થિત સનરાઈઝ કોમ્પ્લેક્સમાં કૂટણ ખાનું ચાલતું હતું. આ ભાડેથી મકાન લઈ દેહ વ્યાપારનો વેપલો ચાલતો હતો.

આ કૂટણ ખાનામાં સગીર વયની બાળકીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હતા. સગીર વયની યુવતી પાસે દેહ વ્યાપાર કરાવતા 4 દલાલોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ અન્ય બે ફરાર આરોપીને વૉન્ટેડ જાહેર કર્યા છે. સગીર બાળકીઓને દેહ વ્યાપાર ના વેપલામાં ધકેલનાર માતા પિતાની પણ ઘરપકડ થઇ શકે છે. કૂટણખાનામાંથી મળી આવેલ સગીરાઓને પોલીસે વિક્ટિમ બનાવ્યા છે. પાણીગેટ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

પોલિસની તપાસમાં નવો ખુલાસો થયો છે કે, 12 વર્ષની બાળકીને તેના પિતાએ જ દેહ વ્યાપાર મા મોકલી હોવાનુ બહાર આવ્યુ છે. બાળકીના પિતાએ જ સુરત થી વડોદરા મોકલી હતી. પોલિસ તપાસમાં આ અંગે ખુલાસો થયો છે કે, ખુદ પિતા જ કસાઈ બન્યો છે. .સુરતમાં રહેતા પિતાએ બાળકીને મોકલી હોવાના પુરાવા પોલિસને મળ્યા છે. અન્ય મહિલાઓ બોમ્બે અને દિલ્હીથી વડોદરા આવી હતી.

પીસીબી પોલીસે 3 પુરુષ અને 2 મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી છે. કૂટણખાનામાંથી 12 વર્ષની કિશોરી સહિત 7 મહિલાઓને મુક્ત કરાવી છે.
ચંદ્રિકાબેન ઉર્ફે રીટા શાહ, મંગલસિંગ વાલ્મીકિ, ચરણજીતસીંગ કંબોઝ, જયેશ મકવાણા અને પાયલ સોનીની પોલીસે ધરપકડ કરી છે.