વડોદરા એમ એસ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદ બની રહી છે. જે 1270 વિદ્યાર્થીઓએ એમ એસ યુનિવર્સિટી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 515 વિદેશી વિદ્યાર્થીઓને પ્રોવિઝન પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. હાલ એમ એસ યુનિવર્સિટીમાં 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે કુલ અરજી માંથી 60 ટકા અરજીઓ આફ્રિકન દેશો માંથી આવી હોવાનું સામે આવી રહ્યું છે. જે ચાલુ વર્ષે 700 થી 800 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

જો તમે સામાજિક સેવાના ક્ષેત્રમાં આગળ વધી કારકિર્દી બનાવવા ઇચ્છો છો તો તમારે દેશના બીજા રાજ્ય કે વિદેશમાં ટોપની કોલેજ શોધવાની જરૂર રહી નથી, કારણ કે ગુજરાતના વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તેના ક્ષેત્રની દેશમાં ચોથા નંબરે રહી છે, અને આ એમ એસ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ પહેલી પસંદ બની રહી છે.