વડોદરા (Vadodara) ની એમ એસ યુનિના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોમર્સ ફેકલ્ટી પર વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. સરકાર જાહેરાત બાદ પણ કોમર્સ ફેકલ્ટીમાં વર્ગો શરૂ ના થતાં વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. યુનિ શરૂ કરવાની વિદ્યાર્થીઓની માંગ સાથે વિરોધ પર ઉતર્યા છે.

જ્યારે રાજ્યમાં આજથી સ્કૂલો શરૂ થઈ, પરંતુ યુનિના ક્લાસ શરૂ થયા નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને સંમતિ પત્ર પણ ના આપ્યાનો વિદ્યાર્થીઓનો આરોપ છે. હજી પણ ઓનલાઇન વર્ગો જ યુનિવર્સિટી.ચલાવી રહી છે.
નોંધનીય છે કે, કોરોનાના કારણે રાજ્યમાં શાળા-સ્કૂલો બંધ હતી. તેમાં ભુપેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવેલ નિવેદનથી આજથી શાળા-કોલેજોને ખોલવાની વાત કરવામાં આવી છે. જેમાં શાળામાં ૧૦ અને ૧૨ ધોરણ માટે જ ખોલવા આવી છે. આ દરમિયાન કોલેજોને ખોલવાનું કહેવામાં આવ્યું હોવા છતાં વડોદરાની એમ એસ યુનિના કોમર્સ ફેકલ્ટીમાં વર્ગો શરુ થયા નથી. વિદ્યાર્થીઓ ભણતરને લઈને દુવિધામાં પડ્યા છે. જેના કારણે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ બાબતમાં કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા નહિ હોવાથી વર્ગો શરૂ કરાશે નહીં. ટીવાય બી.કોમ અને એમ.કોમ ફાઈનલના 8000 જેટલા વિદ્યાર્થીઓ છે. સોશીયલ ડિસ્ટન્સ સાથે માત્ર 2500 વિદ્યાર્થીઓને જ બેસાડવાની વ્યવસ્થા છે. કોમર્સ ડીને જણાવ્યું છે કે, 15 ટકા જેટલો જ કોર્સ બાકી હોવાથી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.