રાજકોટના જળાશયોમાં 25 ડેમમાં માત્ર 29 ટકા પાણી જ બચ્યું છે. આજી ડેમમાં નર્મદા નીર ઠાલલવામાં આવતા 45 ટકા પાણીનો જથ્થો છે. જયારે ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ચોમાસુ આ વર્ષે વહેલુ આવી રહયું છે આમ છતાં હજુ સારા વરસાદ માટે આશરે 15 દિવસની રાહ જોવી પડે તેવા સંકેતો મળી રહયા છે.

જિલ્લાના સૌથી મોટા ભાદર 1 ડેમ માં પણ 34 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જે રાજકોટ જિલ્લાના 25 ડેમો તળિયાઝાટક થવાની અણી પર છે. ઓછામાં ઓછા 20 દિવસ ગણીએ તો ડેમોમાં પાણીની સ્થિતિ વિકટ બની શકે છે. .જ્યારે આજી 1 અને ન્યારી 1માં નર્મદાનું પાણી ઠાલવવામાં આવતા 45 ટકા જેટલુ પાણી ભરેલું છે. આ સિવાયનાં મોટાભાગનાં ડેમો તળિયાઝાટક બન્યા છે.

રાજકોટના જળાશયોની આજની સ્થિતિ

ડેમ–કુલ ઉંડાઇ—હાલની સપાટી
ભાદર-૧–૩૪ફૂટ—૨૧.૩૦ ફૂટ
આજી-૧–૨૯ ફૂટ—૧૯.૯૦ ફૂટ
ન્યારી-૧—૨૫ ફુટ—૧૫.૯૦ ફુટ
ન્યારી-૨—૨૦.૭૦ ફૂટ–૦.૭૦ ફૂટ (પ્રદુષિત પાણી)
લાલપરી—૧૫ ફૂટ—૧૦.૨૦ ફુટ (ઝૂ માટે રિઝર્વ)

રાજકોટમાં બોર ડુક્યા, આજી- ન્યારી ડેમમાં જુલાઇ સુધીનો જથ્થો રહ્યો છે. હવે જો એક દિવસ પણ નર્મદા નીર નહીં મળે કે ઓછું મળશે તો વિતરણ ખોરવાશે. આજી-૧માં પાંચ જુલાઇ સુધી, ન્યારી-૧માં ૩૧ જુલાઇ સુધી અને ભાદર-૧માં તા.૧૫ ઓગષ્ટ સુધી ચાલે તેટલું પાણી રહ્યું છે. ત્યારે ન્યુ રાજકોટમાં ફરી ટેન્કર દોડ્યા અને જો વરસાદ ખેંચાય તો માઠી હાલત થશે. ઓછા ફોર્સથી અને ઓછું પાણી અપાતું હોવાની વ્યાપક ફરિયાદો જણાવવામાં આવી રહી છે.