રાજકોટમાં આગામી 9 જાન્યુઆરીના રોજ વોટર કોન્ફરન્સ યોજાશે. નર્મદાના પાણી સિવાય શહેરને પાણી પુરૂ પાડવા માટે વિકલ્પ પર ચર્ચા થશે. વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગ માંકડ ને વિચાર આવ્યો છે

તેની સાથે કોન્ફરન્સમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને મનપા કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સ્થાનિક જળાશયોમાં પાણી ખૂટી જાય ત્યારે રાજકોટ આખું નર્મદા પર આધારિત છે. પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા માટે નાગરિકોના સૂચનો માગવામાં આવશે.

 

 

જ્યારે હાલમાં 17 લાખની વસ્તીને દરરોજ 25 મિનિટ પાણી વિતરણ કરવામાં આવશે. હાલમાં દરરોજ 350 MLD પાણીના ઉપાડ સામે 325 MLD વિતરણ કરાશે, હાલમાં આજી, ન્યારી, ભાદર અને નર્મદામાંથી પાણીનો ઉપાડ કરવામાં આવશે.

 

તેની સાથે રાજકોટ શહેરમાં હાલ પાણીની કોઇ અછત નથી કેમકે નર્મદાનીર થી સતત પાણી ઠલવવામાં આવ્યું છે. પરંતુ નર્મદાનીર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને હવે રાજકોટની વસતી વધતા માત્ર નર્મદા પર આધાર રાખવો પડી રહ્યો છે. જ્યારે હવે રાજકોટના જીવાદોરી આજી અને ન્યારી બંને ડેમ સંપૂર્ણ ભરાયેલા હોય તો પણ વધારાનું 650 એમસીએફટી પાણી મળે ત્યારે શહેરને દિવસમાં 20 મિનિટ પાણી પ્રાપ્ત થઈ શકે છે.