રક્ષા શક્તિ યુનિવર્સીટી પ્રવેશ પ્રકિયાનો મામલો સામે આવેલ છે. કોર્ટના તિરસ્કારની અરજી હાઇકોર્ટએ ફગાવી દીધી છે. વર્ષ 2020-21માં થયેલ પ્રવેશ પ્રક્રિયાનો વિવાદ થયો હતો. કોર્ટમાં હુકમનો પ્રવેશ પ્રકિયામાં અમલ ન થતો હોવાની રજુઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે કોર્ટના હુકમની અવમાનના મૂદ્દે થયેલી અરજી ફગાવી દીધી છે. જેને લઈને ગુજરાત હાઇકોર્ટનું અવલોકન સામે આવ્યું છે. લોકસભા અને રાજ્યસસભાએ 2020માં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટી એક્ટ મંજુર કર્યો છે.

સંસદીય પગલાંથી રક્ષા શક્તિ યુનિવર્સીટીનું સ્ટેટ્સ બદલાયું છે. જે અરજી ટકવાપાત્ર ન રહેતા કોર્ટે અરજી ફગાવી દીધી છે. સંસદીય પગલાં બાદ રક્ષા શક્તિ યુનિવર્સીટી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સીટી હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી છે. સેન્ટ્રલાઈઝ એડમિશન પ્રોસેસથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે, લોક સભા-રાજ્ય સભાએ 2020માં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિ.એક્ટ મંજુર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે, સંસદીય પગલાંથી રક્ષા શક્તિ યુનિવર્સીટીનું સ્ટેટ્સ બદલાયું છે. આમ જે અરજી ટકવાપાત્ર ન રહેતા કોર્ટે અરજી ફગાવી હતી.

જો કે, વર્ષ 2018 માં અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની પ્રવેશ કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.