રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે, 16મી જુલાઈથી વરસાદનું જોર ઘટતું જશે. 22 જુલાઈ થી 30 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

આ સિવાય 24 જુલાઈથી 26 જુલાઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી છે. 20 મી જુલાઈ બાદ વરસનાર વરસાદ કૃષિ માટે સારો માનવામાં આવે છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ગુજરાતમાં વરસાદ ઓછો થવાની સાથે ફરીથી પુન:સ્થાપન થશે.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં મેઘતાંડવથી જળબંબાકાર થયો છે. નવસારી, વલસાડ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદા અને વલસાડના કપરાડામાં બારે મેઘ ખાંગા થયા છે. કપરાડામાં સાડા ઓગણીસ ઈંચથી જળબંબાકાર થયો છે.