સુરતના ઉદ્યોગકારો દ્વારા વીજ પાવર વિશેની માંગ કરવામાં આવી છે. સોલાર વિન્ડ પાવરથી ઉદ્યોગોમાં 100 ટકા પાવર વપરાશ થાય તેવી યોજના બનાવવામાં આવે તેને લઈને માંગ કરાઈ રહી છે. સચિન જી આઈ ડી સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને ઉર્જા મંત્રીને રજુઆત કરવામાં આવી છે.

તેની સાથે સુરતના ઉદ્યોગકારો દ્વારા આ બાબતમાં મંત્રી કનું દેસાઈ ને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. સોલાર અને વિન્ડ પાવર યોજના દ્વારા એચ ટી પાવર કનેક્શન ધરાવતા ઉદ્યોગોને 100 % પાવર વપરાશ થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ એચ ટી પાવર કનેક્શન ધરાવતા ઉદ્યોગોમાં સરકારના સોલાર પ્રોજેકટમાં ફેરફાર કરવા માંગ કરી છે.

સરકાર દ્વારા સોલાર ઉર્જા પ્રોજેકટ દ્વારા 50 % પાવર અમલનું નોટિફિકેશન મુકાયું છે. 50 ટકાથી વધારી 100 ટકા પાવર વપરાશ કરી શકાય તેવી યોજના અમલમાં મૂકવા પત્ર લખી રજુઆત કરી છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, તેના આધારે સુરતના ઉદ્યોગકારો દ્વારા વીજને લઈને રસ્તો પણ કાઢવામાં આવ્યો છે.