ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરત શહેર માંથી આજે વધુ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં તેના જ પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

સુરત દોઢ વર્ષ પહેલાં પરણીતાની આત્મહત્યાની ઘટનામાં પતિ વિરુદ્ધ દુષ્પ્રેણાનો ગુન્હો નોંધાયો છે. ત્યારે અમરોલી પોલીસે પતિ ભાવેશ હીરાની ની ધરપકડ કરી લીધી છે. દોઢ વર્ષ ઓહેલ શિલ્પા નામની મહિલાએ આ અનાજમાં નાખવાની ટિકડીઓ ખાઈ આપઘાત કર્યો હતો. જે તે સમયે પતિએ કોરોનાની લીધે કામધંધા બંધ હોવાનું કહેતા શિલ્પાને માઠું લાગતા આપઘાત કર્યાનનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

હકીકતમાં પતિ ભાવેશ હીરાની ને અન્ય યુવતી સાથે અનૈતિક સંબંધો હતા, જેને પગલે આત્મહત્યા કરી હતી. દોઢ વર્ષ બાદ જાણ થતાં મૃતક શિલ્પાની માતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભાવેશ હીરાની ની અટકાયત કરી લીધી છે.

જો કે રાજ્યમાં સતત ક્રાઈમની ઘટના બનતા સરકાર અને પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરી રહી છે, શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનિક સ્થિતિ કથળી રહી છે.