ભારતમાં IPL બાદ હવે ભારત અને સાઉથ આફ્રિકાની સીરીઝ રમાવવાની છે. તેમાંની એક મેચ રાજકોટમાં રમાવવાની છે. તેને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. રાજકોટમાં રમાનર T-20 મેચ ની ટિકિટ દર SCA દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 17 જૂન ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રાજકોટ રમાશે.

તેની સાથે આ મેચને 1000 થી 8000 સુધીના ટિકિટ ના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ઇસ્ટ સાઈડમાં 1000 રૂપિયા રાખવામાં આવ્યા છે. જયારે વેસ્ટ સાઈડ ના લેવલ 1 માં 1000 અને લેવલ 2 અને 3 ના 2000 રાખવામાં આવ્યા છે. આ સિવાય બોક્સ ના 7000 નક્કી કરવામાં આવી છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, સાઉથ પેવોલયન લેવલ 1 માં 7000, લેવલ 2 માં 4000, લેવલ 3 માં 2500 અને બોક્સ ના 8000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, જો તમારે રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકાની રમાવનારી મેચ જોવી છે તે તમારે તેના માટે તમારા ખિસ્સા ખાલી કરવા પડશે.