સેન્ટ્રલ જેલની બેરેકમાં ખુંખાર આરોપીઓએ પાડેલા ગ્રૂપ ફોટા સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા છે. જે સોશ્યિલ મીડિયામાં ફોટા વાયરલ થતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્ય સ્તરે પ્રિઝન આઈ.જી તથા ગુપ્તચર એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં 3 જેલ સહાયકો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અનિલ ગોળીયા, ચંદ્રસિંહ સોલંકી અને બીજરાજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલમાં જડતી સકોર્ડ દ્વારા બેરેકોમાં કરેલી તપાસમાં અત્યાર સુધી કેદીઓ પાસેથી મોબાઈલ, ચાર્જર, સીમકાર્ડ મળી આવ્યા છે.

જો કે આ અગાઉ પણ સેન્ટ્રલ જેલમાંથી ઘણા કેસો સામે આવી ગયા છે જેમાં જેલમાં પણ કેદીઓ પાસેથી મોબાઈલ પકડાયા છે. જે અંદરો અંદર પોલીસોની સાઠગાંઠથી સુવિધા પહોંચાડી દે છે. જો કે આ કેસમાં કેદીઓ મોબાઈલ તો વાપરે છે પરંતુ તેમની મોજના વીડિયો પણ વાયરલ થતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠતા તેમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

જેલમાં કેદ કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠને કારણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. કેદીઓ દ્વારા ફોનનો ઉપયોગ કરવામાં આવતા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.