આ શું ?, હાઈરિસ્ક બન્યું ગુજરાતનું આ શહેર, ધડાધડ નોંધાયા કોરોનાના કેસ..

ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમિક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.
રાજકોટમાં આર કે યુનિવર્સીટીમાં હાઈરિસ્ક જોવા મળી રહ્યું છે. બાંગ્લાદેશ અને નેપાળ ના 3 સ્ટુડન્ટને કોરોના થયો છે. એમીકોન ચેપગ્રસ્ત યુવાન સાથે એક જ બિલ્ડિગમાં રહેતા હતા. રાજકોટમાં ઝામ્બિયાથી આવેલ 12 વર્ષેની બાળા સહીત વધુ 7 કેસ સામે આવ્યા છે. વેક્સીન ના બન્ને ડોઝ લેનાર બે યુવાનો બે વૃધ્ધોને કોરોના થયો છે. રાજકોટ ના શ્રોફ રોડ પર ના તબીબ પરિવાર ના ત્રણને કોરોના થયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઓમિક્રોનનું આક્રમણ શરુ થઈ ગયુંછે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. 23 માંથી 4 લોકો સાજા થઈ ગયા છે. હાલમાંઓમિક્રોનના 19 કેસ એક્ટિવ રહેલા છે. મહેસાણા,વડોદરાઅને આણંદમાં 3-3 કેસ સામે આવ્યા છે. જ્યારેઅમદાવાદમાં ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા છે.